થરા શહેરના નાગરિકો માટે વધુ એક સુવિધાસભર જાહેર સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે. થરા નગરપાલિકા દ્વારા સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ આગવી ઓળખ યોજના અંતર્ગત નિર્માણ પામેલા મહારાણી નાયિકા દેવી ઉદ્યાન અને એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ આગામી 20 જૂને સાંજે 7:00 વાગ્યે જાગોસર તળાવ ખાતે યોજાનાર છે. શહેરના સૌંદર્યકિરણ અને નાગરિકોને મનોરંજનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર કરાયેલા આ ઉદ્યાનના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉદ્ઘાન પ્રસંગે ઉપસ્થિત રહેશે. જ્યારે બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી, બનાસકાંઠાના પ્રભારી ધવલ દવે તથા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: