બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની શરૂઆત સાથે જ ઓરી (Measles) ના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેવાડાના તાલુકાઓમાં આ રોગચાળો વકરતા સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી આ સ્થિતિએ ડિસેમ્બર માસમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં જિલ્લામાં કુલ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે.


ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય કમિશનરે તાબડતોબ 14 તાલુકાના હેલ્થ ઓફ્સિરોની સાથે બેઠક યોજવામાં આવી ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં 26 કેસ ઓરીના પોઝિટિવ નોંધાયા છે જેમાંથી પાલનપુરમાં 6 કેસ,ધાનેરામાં 6 કેસ, લાખણી 4 અને થરાદમાં 4 કેસ નોંધાયા છે ધાનેરા તાલુકામાં એકાએક 12 જેટલા શંકાસ્પદ અને પોઝિટિવ કેસો સામે આવતા સમગ્ર પંથકમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. સ્થિતિની ગંભીરતાને જોતા ગાંધીનગર આરોગ્ય વિભાગના કમિશનર અને એડિશનલ ડાયરેક્ટર એન. પી. જાની પોતે ધાનેરા દોડી આવ્યા હતા. ધાનેરા તાલુકા પંચાયત ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ 14 તાલુકાના હેલ્થ ઓફ્સિરોને હાજર રાખીને રોગચાળાને નાથવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: