દાંતીવાડા તાલુકામાં બનાસ અને સીપુ નદીઓમાંથી ગેરકાયદે રેતી ખનનની પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ રહી છે. રાત-દિવસ હાઇવા અને ટ્રેલર ટ્રકોમાં રેતી ભરી ગુજરાત સહિત રાજસ્થાનના ઉદયપુર સુધી મોકલવામાં આવી રહી છે, જેમાં મોટા ભાગની ટ્રકો રોયલ્ટી વિનાની જ હોય છે. સ્થાનિકોની માન્યતા અનુસાર ખાણખનિજ વિભાગના અધિકારીઓ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરો આ મામલે મૌન સાધી બેઠા છે, જાણે તેઓ પણ આ ગેરકાયદેસર ધંધામાં સામેલ હોય ! માત્ર ધાનેરા પ્રાંત અધિકારીએ થોડા દિવસ પહેલા કડક કાર્યવાહી કરીને સીપુ નદી નજીકથી પસાર થતી રેતી ભરેલી ટ્રકો ઝડપી પાડી છે, પરંતુ આ કાર્યવાહી પૂરતી ન હોવાથી ખનન માફ્યિાઓ વધુ બેફામ બની રહ્યા છે.
આ ગેરકાયદેસર ખનનથી નદીનું કુદરતી સ્વરૂપ બગડી રહ્યું છે, ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે અને ખેડૂતોના ખેતરો પર ગંભીર અસર પડી રહી છે. સરકારી ખજાનામાં કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.લોકો તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે સરકાર આ ગંભીર પરિસ્થિતિ સામે કેટલી ઝડપી અને સખત પગલાં ભરે છે. દાંતીવાડા મામલતદાર ઓફ્સિ સામે થી રોજના 200 થી વધુ હાઇવા અને ટ્રેલરોમાં નદીની રેતી ગુજરાત સહિત ઉદયપુર લઈ જવામાં આવી રહી છે,જેમાં મોટા ભાગે ટ્રકોમાં જે રેતી ભરી હેરાફેરી કરવામાં આવી રહી છે,તે રોયલ્ટી વિના હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે,છતાં આ ગેરકાયદે રેતી ભરી રાત દિવસ હેરાફેરી કરતી ટેકો અને ટ્રેલરો અધિકારીઓને એ દેખાતા નથી.કે પછી જોઈને પણ ન જોવાનો નાટક કરી રહ્યા છે? આ ગેરકાયદે ખનન માત્ર સરકારી તિજોરીને નુકસાન નથી પહોંચાડતું, પરંતુ નદીઓને ઊંડા ખાડામાં ફેરવી રહ્યું છે,ભૂગર્ભ જળસ્તર નીચે ધકેલી રહ્યું છે,ખેતીને જોખમમાં મુકી રહ્યું છે.અને આવનારી પેઢી માટે ભયંકર પાણી સંકટ ઊભું કરી રહ્યું છે.વિડંબના એ છે કે, એક તરફ્ પર્યાવરણ બચાવવાના મોટા ભાષણો,અને બીજી તરફ નદી લૂંટનારાઓને ખુલ્લી છૂટ!જેથી હવે પ્રશ્ન માત્ર ગેરકાયદે ખનન હેરાફેરીનો નથી પણ.. તંત્રની નિયતનો પણ છે!










