બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના 9 કેસ નોંધાયા છે અને ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે કર્યુ નિરીક્ષણ, છેલ્લા 3 માસથી સતત કેસો વધતા તપાસ કરાઇ છે અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરાઇ છે, ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે, આરોગ્ય વિભાગે હાઉસ ટુ હાઉસ સરવે કરવામાં આવી રહ્યો છે.

બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ વધ્યા

બનાસકાંઠાના ધાનેરામાં ઓરીની બિમારી વકરી રહી છે, સ્થાનિક આરોગ્ય વિભાગે આ મામલે તપાસ કરી હતી અને ગાંધીનગર આરોગ્ય વિભાગને જાણ કરી હતી જેના કારણે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી હતી, આરોગ્ય વિભાગે જે લોકોને ઓરીનો ચેપ લાગ્યો છે તે લોકોને જાણ કરી હતી અને કહ્યું હતુ કે આ ચેપી રોગ છે જેથી સાચવવું અને કોઈ અંધશ્રધ્ધામાં પડવું નહી, જોકે, ગ્રામીણ વિસ્તારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઓરીનું ઉત્તમ લક્ષણ ત્વચા પર ફોલ્લીઓ છે

ઓરીના ફોલ્લીઓ સામાન્ય રીતે લાલ, ખંજવાળવાળું બમ્પ્સ હોય છે જે સાત દિવસ સુધી ટકી શકે છે. ઓરીના અન્ય લક્ષણોમાં તાવ, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, વહેતું નાક, ઉધરસ, ગળામાં દુખાવો, સ્નાયુમાં દુખાવો, લાલ આંખો, મોઢામાં સફેદ ફોલ્લીઓનો સમાવેશ થાય છે. ચિકનપોક્સનું વ્યાપક લક્ષણ એ ફોલ્લીઓ છે.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં રૂ.7.24 કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું