બનાસકાંઠાના વાવ થરાદના સુઇગામમાં કેનાલમાં ગાબડું પડયું હોવાની વાત સામે આવી છે, ભટાસણા નજીક એટા માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું છે, પાણી ફરી વળતા રાયડો, જીરુના પાકને નુકસાન થયું છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યાં છે, કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયાનો ખેડૂતોનો આક્ષેપ.


[[$googlead]]

વાવ થરાદ સુઈગામના ભટાસણા ગામ નજીક તૂટી કેનાલ

વાવ થરાદ સુઈગામના ભટાસણા ગામ નજીક તૂટી કેનાલ અને એટા માઈનોર કેનાલમાં પડ્યું ગાબડું, ગાબડુ પડતા ખેતરમાં વાવેતર કરેલ પાક પર ફરી વળ્યું ગાબડાનું પાણી અને ખેડૂતોનું કહેવું છે કે, અચાનક ગાબડું પડતા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે, રાયડો, જીરું સહિતના પાક ડૂબી ગયા છે, અધિકારીઓ જગ્યા પર આવ્યા નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા.

25 નવેમ્બર 2025ના રોજ પણ પડયું હતુ કેનાલમાં ગાબડું

રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલમાં ગાબડું 8 ફૂટનું ગાબડું પડ્યું હતુ. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરમાં ફરી વળ્યું હતુ, આ અંગેની માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવના રામાસરા પાસે નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે. આ નર્મદાની માઇનોર કેનાલમાં 8 ફૂટનું ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી.

[[$alsoread]]

આ પણ વાંચો : Surat News : માંડવીના બલેઠી ગામની આદિમજુથની મહિલા સંગીતાબેન ચૌધરીનો ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીની સફર જાણો


 

  • Follow us on: