કારણકે મોંઘાભાવના બિયારણ લાવીને મહા મહેનતે બટાકાનુ ઉત્પાદન કર્યા બાદ હવે તેનો પોષણક્ષમ ભાવ માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
ઉત્પાદન ઘટતા વાવણીનો આર્થિક ખર્ચ પણ
બનાસકાંઠાનું ડીસા બટાકાનુ હબ ગણાય છે આ ડીસા તાલુકામાં સૌથી વધુ બટાકાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે. જોકે આ વર્ષે ખેડૂતોએ બટાકાની વાવણી કરી હતી પરંતુ શરૂઆતમાં જ કમોસમી વરસાદ થતા બટાકાનુ જેટલું ઉત્પાદન થવું જોઈતું હતું તેનાથી ઘણું ઓછું થયું એટલે કે ઉત્પાદન ઘટતા વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ થઈ છે.
આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો ભાવ મળે છે
આટલું ઓછું હોય તેમ હવે જે બટાકાના ભાવ બજારમાં પોષણક્ષમ મળવા જોઈતા હતા તે પણ નથી મળી રહ્યા અને આ જ કારણે ખેડૂતોને જાણે પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ આવી પડતા દયનીય સ્થિતિમાં મુકાયા છે. ડીસા તાલુકામાં ખેડૂતોએ બટાકાની વાવણી કર્યા બાદ હાલ બટાકા નીકાળવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે ખેતરોમાં બટાકા કાઢીને રાખ્યા છે અને વેચાણ માટેની તૈયારીઓ કરી છે પરંતુ માર્કેટમાં ખુબજ ઓછો ભાવ છે. ગયા વર્ષે બટાકાના ભાવ 250 થી વધુ હતા જોકે આ વખતે ખેડૂતોને માત્ર 90 રૂપિયાથી માંડી 120 રૂપિયા સુધીનો જ ભાવ બજારમાં મળી રહ્યો છે.
ખેડૂતોને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી આશા
જે તેમનો વાવણીનો આર્થિક ખર્ચ પણ નીકાળી શકે તેમ નથી એટલે કે એક તરફ કમોસમી વરસાદની માર વેઠી ચૂકેલા આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો છે જોકે હવે ભાવ પણ ન મળતા અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકાળી ખેડૂત આર્થિક પગભર થાય અને અમને બટાકાનો પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરે.
આ પણ વાંચો : Railway News : હિંમતનગરથી ખેડબ્રહ્મા ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર, વિદ્યુત ટ્રેન સંચાલનને મંજૂરી મળી