પાલનપુર : બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ પાલનપુરના સંગીત વિભાગ દ્વારા તાજેતરમાં રાત્રિકાલીન સંગીત વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સંગીતવિદ્ ડો.ચૈતન્યકુમાર એ. જોશી મુખ્ય માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગીતના વિવિધ પાસાઓ, નિયમિત રિયાઝનું મહત્વ, મંચ પ્રસ્તુતિની કળા તેમજ સંગીત સાધનાના મૂલ્યો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપ દરમ્યાન સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ ગાયન અને વાદનની પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. ડો.ચૈતન્યકુમાર એ. જોશીએ વિદ્યાર્થીઓની રજૂઆતો રસપૂર્વક નિહાળી તેમને રચનાત્મક માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.
