પાંથાવાડા પોલીસે ગેરકાયદેસર રેતી પરિવહન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પીઆઈ એમ.બી. બારડ અને ટીમે ગુંદરી-પાંથાવાડા હાઇવે પર કન્યા વિદ્યાલય નજીક પેટ્રોલિંગ દરમિયાન 10 હાઇવા ડમ્પર ઝડપી પાડયા હતા જેમાં 3 ડમ્પરમાં રેતી ભરેલી હતી અને 7 ખાલી હતા. તમામ વાહનો સામે મોટર વ્હિકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહી બાદ ખનિજ માફ્યિાઓમાં ભયનો માહોલ છે. દાંતીવાડા તાલુકામાં સીપુ નદીમાં ગેરકાયદે રેતી ચોરીનો કાળો કારોબાર ફૂલ્યો ફલ્યો છે. ખનિજ માફ્યિાઓ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કરી રહ્યા છે. ઝાત ગામના લોકોના વિરોધ બાદ ખાણ ખનિજ વિભાગે નદીમાં માપણી કરી માંડ માંડ કાર્યવાહી હાથ ધરી છે. જોકે છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફ્યિાઓ દ્વારા સિપુ નદીમાં ગેરકાયદે મોટાપાયે રેતી ઉલેચી કરોડોનો વેપલો કરી દીધો છે. ત્યારે જે કાર્યવાહી ખાણ ખનિજ વિભાગે કરવાની હોય તે કામગીરી પાંથાવાડા પોલીસે કરતા ખાણ ખનિજ વિભાગનાં અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: