બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા અને દાંતીવાડા વિસ્તારમાં ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પાંથાવાડા અને દાંતીવાડા પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ યોજી કારના કાચ પર પ્રતિબંધિત કાળી ફ્લ્મિ લગાવીને ફરતા તેમજ નંબર પ્લેટ વગરનાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે કાળા કાચવાળી કારોને અટકાવી વાહનોના કાચ પર લગાવવામાં આવેલી કાળી ફ્લ્મિો સ્થળ પર જ દૂર કરાવી હતી અને નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફ્ટકારી કાયદાનું ભાન કરાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા વાહનો પર જાતિવાચક શબ્દો લખવા સામે પણ પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વાહનોમાં નિયમ વિરુદ્ધ કાળી ફ્લ્મિ લગાવીને ફરતા અને નંબર પ્લેટ વગરનાં વાહનચાલકો સામે પાંથાવાડા પોલીસની આ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. જૉકે આ કાર્યવાહી ની ડ્રાઇવ લાબા સમય સુધી ચલાવવા ની લોક માંગ ઉઠી છે.પોલીસની આ ડ્રાઇવથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર માર્ગો પર ટ્રાફ્કિના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો