અમીરગઢ તાલુકામાં રસ્તાઓ બિસ્માર હોઈ તેના નવિનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા 46 કિમીનો માર્ગ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમાં કપાસીયાથી સરોત્રા વચ્ચેના માર્ગનુ ખાતમુહુર્ત રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવા માટે આયોજન કરવામાં આવેલ અને આગેવાનોને આમંત્રણટ્વ આપવામાં આવ્યુ હતુ.પરંતુ વનમંત્રી ખાતમુહુર્ત માટે આવ્યા તે પહેલા જ સ્થાનિક ધારાસભ્ય કાન્તિ ખરાડીએ પુજા કરી અને વિધિ સાથે ખાતમુહુર્ત કરી નાખતા મામલો અમીરગઢ તાલુકામાં ચર્ચાસ્પદ બન્યો છે. તો બીજી તરફ સરકારી અધીકારીઓ અને સ્થાનિક ભાજપના આગેવાનોની અને વનમંત્રીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વનમંત્રી સ્થાનિક કન્યાના હસ્તે ખાતમુહુર્ત કરાવ્યુ હતુ. આમ એક જ કામનુ ખાતમુહુર્ત બબ્બે વાર કરવામાં આવતા લોકોમાં સમગ્ર મામલો ચર્ચાની એરણે ચડયો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: