xબનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં શિહોરી-દિયોદર રોડ પર આકોલી નજીક પડેલા ખાડાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગની ખરાબ સ્થિતિ અંગે વાહન ચાલકોની રજૂઆત બાદ સ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

શિહોરી-દિયોદર મુખ્ય માર્ગ પર આકોલી નજીક પાકા રોડ ઉપરના મોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને રાત્રિના સમયે ખાડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી હતી. આ અંગે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા માર્ગની તાત્કાલિક મરામત કરવાની માંગ કરવામાં આવી હતી. હવે તંત્ર દ્વારા ખાડાઓની મરામત કામગીરી શરૂ થતાં વાહનચાલકોને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ગની મરામત પૂર્ણ થયા બાદ વાહનચાલકોની મુશ્કેલી ઘટવાની સાથે અકસ્માતનું જોખમ પણ ઓછું થશે.