ધાનેરા : ધાનેરા તાલુકાના સામરવાડા ગામે પાણીથી ભરેલી ખેત તલાવડીમાં અકસ્માતે પડી ગયેલા બે શ્વાનોને જીવદયા વાત્સલ્ય ધામની ટીમે સમયસૂચકતા વાપરી સલામત રીતે બહાર કાઢી નવું જીવનદાન આપ્યું છે. ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તાર એવા ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ સ્તર ઊંડા જતાં ખેડૂતો હવે સિંચાઈના પાણી માટે પોતાના ખેતરોમાં ખેત તલાવડીઓ બનાવી રહ્યા છે. દરમિયાન આજે સામરવાડા ગામે આવી જ એક પાણીથી ભરેલી ખેત તલાવડીમાં બે શ્વાન અકસ્માતે ખાબક્યા હતા. ખેત તલાવડીમાંથી બહાર નીકળી ન શકવાના કારણે બંને અબોલ જીવ આફ્તમાં મુકાયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ એજ્યુફ્ન ફાઉન્ડેશન સંચાલિત જીવદયા વાત્સલ્ય ધામની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જીવદયા વાત્સલ્યધામની ટીમે ભારે જહમત ઉઠાવીને ખેત તલાવડીમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બંને શ્વાનને સુખરૂપ બહાર કાઢયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો