ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ફલીફુલી છે તાજેતરમાં ભાભર પોલીસે દારુ અને જુગાર ઉપર રેડ કરતાં અનેક જગ્યાએ દારૂ જુગાર ની પ્રવૃત્તિ પકડાઈ હતી. આજે SOG ટીમે ભાભર તાલુકાના મીઠા ગામે એક રહેણાંક મકાનમાં રેડ કરતાં રૂ.2.75 લાખનો પરપ્રાંતિય દારૂ નો જથ્થો પકડાયો છે પોલીસે મકાન માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
સરહદી રેન્જ કચ્છ ભૂજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાંથી પ્રોહીબિશન તેમજ જુગાર ની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સુચના કરતાં SOG પી.આઇ.એ.જી.રબારી તથા સ્ટાફ્ના માણસો ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત આધારે SOG શાખાના માણસોએ શ્રાવણ વરજંગજી ઠાકોર રહે.મીઠા, તા.ભાભરવાળાના રહેણાંક ઘરે રેડ કરતાં ભારતીય બનાવટનો પ્રરપ્રાતિય ઇંગ્લીશ દારૂ ની બોટલ બિયર ટીન નંગ 806 કિ.રૂ.2,75,497 નો મુદ્દામાલ મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી આરોપી શ્રાવણ વરજંગજી ઠાકોર વિરુદ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ભાભર પોલીસ મથકે ગુન્હો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાભર વિસ્તારમાં SOG પોલીસે રેડ કરતાં બુટલેગરોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો.










