સરકારી શાળાના પુસ્તકો પસ્તીમાં વેચવાના વીડિયો બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો.
દિયોદર થરા રોડ પર એક ભંગારના ગોડાઉનમાં એક જવાબદાર શિક્ષક રિક્ષા ભરીને પુસ્તકો પસ્તીના ભાવે વેચવા આવતા સ્થાનિક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડીયામાં વાઈરલ કરતા હડકંપ મચી ગયો હતો. જો કે વીડિયો વાઈરલને લઈ શાળાના આચાર્યે મીડિયા સમક્ષ પોતાનો બચાવ કરી SMCના ઠરાવથી પુસ્તકોનો નિકાલ કર્યા હોવાનો દાવો કર્યો હતો.
દિયોદર થરા રોડ પર આવેલી એક ભંગારના ગોડાઉનમાં રિક્ષામાં સરકારી શાળાના પુસ્તકો લાવી પસ્તીના ભાવે વેચાણ થઈ રહ્યું છે તેની જાણ એક યુવાનને થતા યુવાન ભંગારના ગોડાઉન પહોંચી સરકારી પુસ્તકો સાથે શિક્ષકનો વીડિયો બનાવી સોશિયલ મીડીયામાં વાઈરલ કર્યો હતો. વીડિયોમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક ખુદ પોતે ગોડાઉન પર પુસ્તકોની પસ્તી વેચવા આવ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાયું હતું. જે અંગે વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ ગયો હતો. જે શિક્ષક નવા પ્રાથમિક શાળાના હોવાનું ધ્યાને આવતા દિયોદર મિડીયા ટીમે સત્ય હકીકત જાણવા શાળાએ પહોંચી હતી જ્યાં શાળાના જવાબદાર આચાર્ય વર્ષાબેન વ્યાસે પોતાનો અને શીક્ષકનો બચાવ કરવાSMCઅધ્યક્ષ દિલીપ ચૌધરીની હાજરીમાં ઠરાવ કરીને પસ્તીના નિકાલ કર્યાનો દાવો કર્યો છે. અહીં આગળ વરસાદના કારણે પસ્તીમાં જીવ જંતુ થઈ જાય તો બાળકો માટે જોખમ હતું જેથી નિકાલ કરવો પડયો છે એવું જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










