બનાસકાંઠા જિલ્લાના ઝડપથી વિકસી રહેલા થરા શહેરને આજથી મહિલા પ્રમુખ અશ્વિનીબેન ઠક્કર (અખાણી)એ ચાર્જ સંભાળતા નગરપાલિકાને નવુ નેતૃત્વ મળ્યું છે. તાજેતરની નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 24 માંથી 19 સીટો પર મેળવેલા ભવ્ય જનાદેશ બાદ શુક્રવારે નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ અશ્વિનીબેન કિરીટભાઈ અખાણીએ વિધિવત રીતે પદભાર સંભાળી લીધો હતો.પ્રમુખપદની સાથે જ ઉપપ્રમુખ તરીકે જશીબેન સેમાભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ધવલકુમાર મંગળદાસ ઝવેરી, શાસક પક્ષના નેતા તરીકે વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા અને દંડક તરીકે વિજયકુમાર પરબતજી ઠાકોરે પણ પોતપોતાના હોદ્દાની જવાબદારી સ્વીકારી હતી. આમ, એકસાથે પાંચેય હોદ્દેદારોએ શુભ મુહૂર્તમાં નવા વહીવટી કાર્યકાળનો પ્રારંભ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો