અંબાજી : બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક દાંતા અને અંબાજી વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સહિત જગતના તાત માં ખુશીની લાગણી જોવા મળી હતી. અંબાજી સહિત દાતા પંથકના વિસ્તારમાં રવિવારે સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આખુ આકાશ ઘેરાયું હતું. એથી દિવસ દરમિયાન અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો પવન સાથે વરસાદથી દાતાના અનેક માર્ગો પર પાણી વહેતા થયા હતા. તો વળી યાત્રાધામ અંબાજીના અમુક વિસ્તારોમાં અમી છાંટણા તો ક્યાંક વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને ગરમીથી રાહત મળી હતી. જ્યારે ખેડૂતો વાવણી સહિતની કામગીરીમાં જોતરાઈ ગયા હતા.
