થરા-રાધનપુર નેશનલ હાઇવે પર શુક્રવારે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. પાલનપુરથી કંડલા તરફ્ જઈ રહેલુ એક મોટુ ટ્રેલર ઓગડ તાલુકાના ઉણ ગામથી રતનપુરા નજીક આવેલા રોડ પર અચાનક પલટી મારી ગયુ હતું.


ટ્રેલર ચાલક ગાયોના ટોળાને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર પલ્ટી મારી ગયુ હતુ .અકસ્માતમાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે નાની-મોટી ઇજાઓ થવાને કારણે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને થરા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ટ્રેલર પલટી જવાથી થરા-રાધનપુર નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફ્કિ જામ સર્જાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: