દિયોદરમાં થોડા દિવસો અગાઉ દિયોદરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નિપજ્યુ હોવાના મામલે પરિવારજનોએ હૉસ્પિટલમાં ડોકટરની ગેરહાજરીમાં સ્ટાફ્ દ્વારા સારવારમાં બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે જેમાં સ્ટાફ્ની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાના મામલે પરિવારજનોએ ન્યાયની માંગને લઈ મામલતદાર કચેરી બહાર દેખાવો કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોલીસ મથકે કસૂરવાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.


દિયોદરમાં રહેતા સુરેશ નાઇ (ઉ.વ.42)ને થોડા સમય અગાઉ પેટમાં દુઃખાવો ઉપાડતા પરિવારજનોએ સુરેશભાઈ નાઇને સારવાર અર્થે દિયોદર રિયાબા હોસ્પિટલમાં સારવાર અર્થ લાવ્યા હતા. જ્યાં ડોકટરની ગેરહાજરીમાં સ્ટાફ્ના માણસો દ્વારા સારવાર કર્યા બાદ બીજા દિવસે સુરેશ નાઇનું એકાએક મોત નીપજતા પરિવારજનો રોષે ભરાયા હતા. જેમાં મૃતક સુરેશ નાઇની અંતિમક્રિયા બાદ તેમના પુત્ર કિરણ નાઇએ દિયોદર પોલીસ મથક અને આરોગ્ય વિભાગને રિયાબા હોસ્પિટલના સ્ટાફ્ અને ડોકટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. જ્યાં પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મંગળવારે મૃતક યુવાનના ઘરે નાઇ સમાજે એક બેઠક યોજી પરિવારને ન્યાય મળે તે માટે દિયોદરમાં નાઇ સમાજે ધંધા રોજગાર બંધ રાખી મામલતદાર કચેરી આગળ હોસ્પિટલના વિરોધમાં રેલી યોજી, સૂત્રોચાર કરી દેખાવો કર્યો હતો. નાઈ સમાજે પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર આપી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. સમગ્ર નાઇ સમાજના લોકો ઘટનામાં કસૂરવાર સામે પોલીસ ફરિયાદ માટે દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં હોસ્પિટલના સ્ટાફ્ અને ડોકટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: