ભાભર માર્કેટ યાર્ડ આજે ઉત્તર ગુજરાતમાં લીંબોળીની સૌથી મોટી ખરીદી અને વેચાણની બજાર તરીકે ઓળખાય છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રોજ અંદાજે 200 ટન જેટલી લીંબોળીની આવક થઈ રહી છે. અહીંથી ખરીદવામાં આવતી લીંબોળી વિવિધ સાઉથના રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.


એક સમય હતો જ્યારે ભાભર માર્કેટ યાર્ડની દેશભરમાં એરંડા વાયદા બજાર સહિત વાયદા બજાર તરીકે આગવી ઓળખ હતી. વાયદા બજાર બંધ થયા બાદ તેની ખ્યાતિમાં ઘટાડો થયો હતો, પરંતુ આજે પણ લીંબોળીની ખરીદી માટે ભાભર માર્કેટ યાર્ડ મહત્વનું કેન્દ્ર ગણાય છે. લીંબોળી કોઈ ખેતી કરીને ઉત્પન્ન થતી નથી અને તેના ઉત્પાદન પાછળ કોઈ ખાસ ખર્ચ પણ થતો નથી. લીમડાના વૃક્ષ પર આવતું ફ્ળ એટલે લીંબોળી. દર વર્ષે જૂન મહિનાના મધ્યભાગથી જુલાઈ મહિના સુધી મોટી માત્રામાં લીંબોળીની આવક શરૂ થાય છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ તેમજ વાવ-થરાદ વિસ્તારના લોકો અહીં લીંબોળી વેચવા પહોંચે છે.માર્કેટ યાર્ડમાં હાલ જ્યાં નજર કરો ત્યાં લીંબોળીના મોટા ઢગલા જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: