અમીરગઢ તાલુકામાં આવેલા અંદાજે 15 જેટલા પેટ્રોલ પંપો પર છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાયો છે. મોટાભાગના પંપો પર સ્ટોક ખૂટી જતાં સંચાલકોએ 'નો સ્ટોક'ના બોર્ડ લગાવી દીધા છે. અચાનક સર્જાયેલી આ અછતને કારણે સ્થાનિક રહીશો અને બહારથી આવતા પ્રવાસીઓ ભારે મુંઝવણમાં મુકાયા છે.
ટ્રક અને બાઈક ચાલકોની હાલત કફોડી
આ વિસ્તારમાંથી પસાર થતા મોટાભાગના ટ્રક ચાલકોને ડીઝલ ન મળતા તેઓ અધવચ્ચે અટવાઈ પડ્યા છે, જેના કારણે માલ-સામાનની હેરફેર પર પણ અસર પડી રહી છે. બીજી તરફ, સ્થાનિક બાઈક ચાલકોને પણ પેટ્રોલ માટે એક પંપથી બીજા પંપે ભટકવું પડી રહ્યું છે. ખેતીકામ અને રોજિંદા વ્યવસાય માટે વાહનોનો ઉપયોગ કરતા લોકો માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
