બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સૂંબેની સૂચના મુજબ અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધાનેરા વિસ્તારમાંથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
LCBએ દારૂ ભરેલી કાર ઝડપી પાડી
LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે કારગીલ હોટલ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની શંકાસ્પદ ગાડી ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.
કબજે કરાયેલ મુદ્દામાલની વિગત
પોલીસે GJ-38-BB-1013 નંબરની કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂની બોટલો 1595 નંગ, દારૂની હેરાફેરીમાં વપરાયેલી GJ-38-BB-1013 નંબરની કાર જપ્ત કરી છે.
આ પણ વાંચો: પીપોદરા GIDCમાં ચાલતા જુગારધામ પર LCBના દરોડા, કુખ્યાત 'રાકેશ પકોડો' અને તેનો પુત્ર વોન્ટેડ