દાંતીવાડા સં.ન્યૂ.સ
દાંતીવાડાનાં પાંથાવાડા નજીક ટ્રેલરમાંથી રૂપિયા 73.50 લાખનો દારૂ મળી આવ્યો
બનાસકાંઠા LCBએ પાંથાવાડા-ડીસા હાઈવે પર કુંચાવાડા નજીક મોટી સફ્ળતા મેળવી હતી ,બાતમીના આધારે ટ્રેલર ટ્રક RJ-52-GA-0915 રોકી તપાસ કરતા બાજરી-ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલી પંજાબ બનાવટની 16,092 વિદેશી દારૂ-બિયરની બોટલ મળી આવી. કુલ રૂ.1,13,61,316 નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રામકરણસિંહ રામલાલની ધરપકડ કરાઈ હતી
SP પ્રશાંત સુંબે અને રેન્જ IG પરીક્ષિતા રાઠોડની સૂચનાથી PI ડી.એમ. રાઠોડની ટીમે આ મોટી કાર્યવાહી કરીહતી ,પાંથાવાડા-ડીસા હાઈવે પર કુંચાવાડા નજીકથી ટ્રેલર ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો આ દારૂ બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડયો હતો. પોલીસે 16 હજારથી વધુ બોટલો સાથે 1 કરોડ 13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. શ્રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ મુજબ સરહદ પર કડક નાકાબંધી છે. બાતમી મળતા જ LCB પોલીસે તાત્કાલિક કાર્યવાહી હતી.16092 બોટલ જેની કિંમત રૂપિયા 73.50 લાખનો દારૂ સાથે કુલ રૂ. 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
