બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી મથક એવા થરાદ APMC (માર્કેટિંગ યાર્ડ) દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. હોળી અને ધુળેટીના પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને, આજ એટલે કે 1 માર્ચથી 4 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


થરાદ APMC આજથી 4 માર્ચ સુધી બંધ

હોળીના તહેવારને પગલે સ્થાનિક વેપારીઓ દ્વારા રજા રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ માંગણીને ગ્રાહ્ય રાખીને માર્કેટિંગ યાર્ડની સમિતિ દ્વારા સત્તાવાર રીતે ચાર દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિતની તમામ વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.

ખેડૂતો માટે અગત્યની સૂચના

યાર્ડ વહીવટી તંત્ર દ્વારા ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે 1 માર્ચથી 4 માર્ચ દરમિયાન પોતાનો ખેતપેદાશનો માલ વેચાણ અર્થે યાર્ડમાં લાવવો નહીં.માલ લાવવાથી ખેડૂતોને ધક્કો ન થાય અને હાલાકી ન ભોગવવી પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે.

ફરી ક્યારે શરૂ થશે?

ચાર દિવસના વિરામ બાદ, 5 માર્ચને ગુરૂવારના રોજ સવારથી જ થરાદ APMCમાં હરાજીનું કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે. ખેડૂતો 5 તારીખથી પોતાનો માલ વેચવા માટે લાવી શકશે.

આ પણ વાંચો: Ahmedabad News: અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા


  • Follow us on: