બનાસકાંઠા જિલ્લાના થરા-રાધનપુર હાઈવે પર આજે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સાંતલપુર તાલુકાના ઉદરગઢા ગામના વિરમભાઈ ઠાકોર પોતાના દીકરાના લગ્નની ખરીદી કરવા માટે પાટણ ગયા હતા. પાટણથી ખરીદી કરી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા ત્યારે ઓગડ ગામ પાસે અચાનક રિક્ષા પલટી ગઈ હતી.
શ્વાનને બચાવવાના પ્રયાસમાં કાળ ભેટી ગયો
પ્રાથમિક જાણકારી મુજબ, હાઈવે પર રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક શ્વાન (કૂતરું) રસ્તામાં આડું ઉતર્યું હતું. ચાલકે શ્વાનને બચાવવા માટે રિક્ષા વાળી હતી, જેના કારણે રિક્ષા પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં વિરમભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
