રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચુકી છે પરંતુ બનાસકાંઠાથી જાણે મેઘરાજા ખફા હોય તેમ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે અને આ ચોમાસાની શરૂઆતમાં જ ખેંચાતા વરસાદથી જિલ્લાના ખેડૂતો, પશુપાલકો સહિત આમ લોકો ચિંતામાં મુકાયા છે. આવા સમયે હવે લોકો આસ્થા અને પરંપરાનો સહારો લીધો છે. પાલનપુરના બેચરપુરા વિસ્તારની મહિલાઓએ વર્ષો જુની લોકમાન્યતા મુજબ ઢુંઢીયા બાવજી બનાવી તેમના વધામણાં કરી ઈન્દ્ર દેવને રીઝવવા પ્રયાસો શરૂ કર્યા છે. બેચરપુરા વિસ્તારની મહિલાઓ આજે એકત્ર થઈને ઢુંઢીયા બાવજી બનાવ્યા. લોકમાન્યતા છે કે માટીમાંથી બનાવેલા ઢુંઢીયા બાવજીની પૂજા કરી ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવામાં આવે તો મેઘરાજા મહેરબાન થાય છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: