બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારમાં સિંચાઈ માટે મહત્ત્વની એવી ધરણીધરના રાછેણા માઇનોર કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોવા છતાં પણ કેનાલમાં ગાબડું પડ્યું છે, જેણે કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.


ભ્રષ્ટાચારની કેનાલ

કેનાલમાં ગાબડું પડતાં રોષે ભરાયેલા ખેડૂતોએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાના સીધા આક્ષેપો કર્યા છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, "હલકી ગુણવત્તાનું કામ હોવાથી" જ આ ગાબડું પડ્યું છે. ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે "અધિકારીઓના પાપે" ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને કોન્ટ્રાક્ટર પર અધિકારીઓના ચાર હાથ હોવાથી કોઈ કાર્યવાહી થતી નથી. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને પાકને નુકસાન થયું છે.


  • Follow us on: