ભીલડીથી મોટા કાપરા ગામના થરાદ હાઇવેને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ આવેલો છે પરંતુ આ માર્ગ પર આવતા બલોધરથી મોટા કાપરા ગામ વચ્ચેનો રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં મોટા કાપરાથી બલોધર સુધીના માર્ગના વાઈડનીંગ અને સ્ટ્રેન્થનિંગ માટેના કામની મંજૂરી આપવાની સાથે ઝડપથી કામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. ભીલડીથી મોટા કાપરાને જોડતા માર્ગ અનેક ગામો આવેલા છે. દૂધ મંડળીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા અને કોલેજ પણ આવેલી છે. જેના કારણે આ રસ્તા પર વાહનોની પણ સતત અવરજવર રહેતી હોય છે. આ ઉપરાંત ખેડૂતો પોતાના વાહનો લઈને પણ નીકળતા હોય છે ત્યારે બિસ્માર રસ્તાની હાલતને કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










