બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં  સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોટી કાર્યવાહી કરી છે. રાજ્યમાં ઘૂસાડવામાં આવતો લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રકને પોલીસે ઝડપી પાડીને દારૂના સોદાગરો પર સપાટો બોલાવ્યો છે.


વિદેશી દારૂ ભરેલી ટ્રકને પોલીસે ઝડપી

ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. દરમિયાન, કપાસિયા ગામ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ આઈસર ટ્રકને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે ટ્રક ભગાવતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને અંતે તેને આંતરીને ઝડપી લીધી હતી.

 ટ્રક સહિત કુલ રૂપિયા 81 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ અને આઈસર ટ્રક સહિત કુલ રૂપિયા 81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, રન-વે પર 140ની ઝડપે ઇન્ડિગો ફ્લાઇટના ટાયર ઘસડાયા


  • Follow us on: