બારડોલી : બારડોલીની સરદાર પટેલ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ. ની 29 મી વાર્ષિક સાધારણ સભા જલારામ પાર્થના સમાજ હોલ ખાતે મળી હતી. જેમાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, મંડળીએ 2,58,09,246 રૂપિયાનો નફાની કમાણી કરી છે. જેની સામે 1.95 કરોડની જોગવાઈ કરીને 6.09 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો છે. તેમણે સભાસદોને 15 ટકા ડિવીડન્ડ તથા 750 રૂપિયાની ભેટ કૂપન આપવાની પણ આ પ્રસંગે જાહેરાત કરી હતી. સામન્ય સભા બાદ મંગળવારના રોજ સોસાયટીના કારોબારી સભ્યોની એક મીટિંગ મળી હતી. જેમાં આગામી પાંચ વર્ષ માટે પ્રમુખ તરીકે જયંતિભાઈ પ્રભુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રસિંહ મગનસિંહ રાઠોડની સર્વાનુમતે પુનઃવરણી કરવામાં આવી હતી.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









