કામરેજ ચારરસ્તા સ્થિત ભારતીય વિદ્યામંડળ સંચાલિત ધી કે.વી. કો.ઓ. હાઈસ્કૂલના આચાર્ય અને લાડવી ગામના વતની શૈલેષુમાર મગનલાલ દેસાઈનો વિદાય સમારંભ રામકબીર શૈક્ષણિક સંકુલના દલપતરામા ભવન ઓડિટોરિયમમાં યોજાયો હતો. કાર્યક્રમમાં કાંતિભાઈ પટેલ, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક અને દાળિયા હાઈસ્કૂલ સુરતના ઈન્ચાર્જ આચાર્ય, ડી.ઈ.ઓ.કચેરીના ઈ.આઈ. મહેશભાઈ દેસાઈ, એ.ઈ.આઈ. પ્રશાંતભાઈ વાઘાણી, રાજેશભાઈ બોઘરા, પિનાકીનભાઈ પટેલ નવસારી વિભાગીય વ્યવસ્થાપક પ્રમુખ શૈલેષભાઈ બીમાણી, પ્રાંત અધ્યક્ષ આચાર્ય સંવર્ગ અને રાજ્ય શિક્ષક પસંદગી સમિતિ સભ્ય જીગ્નેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. સંસ્થાના ઉ.મા.વિ. નિરીક્ષક કેતનભાઈ દેસાઈ તેમજ નવનિયુકત ઈન્ચાર્જ આચાર્ય કમલેશભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યુ હતું. શૈલેષભાઈને ગુજરાત સરકારે ગુજરાત રાજ્યના દક્ષિણ ઝોનના શ્રેષ્ઠ આચાર્ય તરીકે પણ પસંદગી થઈ હતી. આ પ્રસંગે તેમની પુત્રી પંકિત દેસાઈ તેમજ ભત્રીજી વૈભવી દેસાઈએ હાજરી આપી હતી. નિવૃત આચાર્યએ શાળાને રપ પંખા, વેક્યુમ કલીનર, વ્હીલચેર, સ્ટેરચર, સેલ્ફી સ્ટેન્ડ, સિક્યુરીટિ માટે સ્ટીક, એસ.પી.સી.ના વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મનું દાન આપ્યું હતું. શાળા પરિવાર દ્વારા આચાર્યને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો