બારડોલી : બારડોલી નાગરિક સહકારી બેંક લિ.ના 17 હજારથી વધુ સભાસદો છે. તેની બારડોલી, મઢી, વ્યારા અને નવસારી વિસ્તારોમાં કુલ 6 શાખા છે. બારડોલી નાગરિક સહકારી બેંકને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાના વિવિધ 3 એવોર્ડ પ્રાપ્ત થયા છે. બારડોલી નાગરિક સહકારી બેંકનું ધિરાણ રૂા. 25,756 લાખ રહેતા ગત નાણાકીય વર્ષમાં બેંકનું એન.પી.એ. 0 ટકા રહ્યું હતું. તાજેતરમાં પુના, મહારાષ્ટ્ર ખાતે ક્રેસ્ટ ઈન્ફોટેકની રાષ્ટ્રીય કક્ષાની મીટિંગમાં બારડોલી નાગરિક બેંકને બેસ્ટ કસ્ટમર સર્વિસનો એવોર્ડ એનાયત કરાયો હતો. બેંક વતી મેનેજિંગ ડિરેકટર ડો. પુષ્પકાંત પાંડે તથા એ.જી.એમ. હરીશ છનીયારાએ એવોર્ડ સ્વીકાર્યો હતો. બીજી તરફ ભારત કો-ઓ. બેન્કિંગ સમિટની લખનૌ ખાતે યોજાયેલી 3 દિવસીય કોન્ફરન્સમાં ભારતની કો-ઓ. બેંકોના વિશાળ સમૂહ વચ્ચે સમગ્ર ભારતના નેટવર્ક ગ્રૂપની સમીક્ષા કરતા સહકારી બેંકોને ભવિષ્યમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ સંચાલનમાં પ્રોત્સાહિત કરી હતી. નાફ્કેબ ફેડરેશન સહિત મહારાષ્ટ્ર, ઉત્તર ભારત, આસામના અગણિત સહકારી સંચાલકોની હાજરીમાં બારડોલી નાગરિક સહકારી બેંકને બેસ્ટ અર્બન કો-ઓ. બેંક અને બેસ્ટ એન.પી.એ. મેનેજમેન્ટ મળી અલગ અલગ બે એવોર્ડ એનાયત કરાયા હતા. જે બેંક ચેરમેન ડો. જયેશસિંહ સોલંકી, વાઈસ ચેરમેન ધનસુખ પટેલ તથા એમ.ડી. ડો. પુષ્પકાંત પાંડે દ્વારા સ્વીકારાયા હતા.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









