બારડોલીના હળપતિ સેવા સંઘ સંચાલિત કન્યા વિદ્યાલય વાઘેચામાં છેલ્લા 18 વર્ષથી આચાર્ય પદે નિયુકત થયેલ મીનાબેન રાયાભાઈ ચૌધરી-એમ.એસ.સી.બી. એડ વય મર્યાદાના કારણે નિવૃત વિદાય સમારોહ સંઘના ઉપપ્રમુખ અને માજી સાંસદસભ્ય અમરસિંહભાઈ ઝેડ. ચૌધરીના અધ્યક્ષ સ્થાને કન્યા વિદ્યાલય વાઘેચાના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ નિવૃતિ સમારંભમાં સંઘપ્રમુખ પ્રકાશ દેસાઈ, મંત્રી મનોજ દેસાઈ, ટ્રસ્ટી બાળાબેન હળપતિ, આચાર્યા અંજના ચૌધરી, લક્ષ્મણ મરોડિયા, અજીત સુરમા, આચાર્યો, શાળાના શિક્ષક ભાઈ-બહેનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ વાઘેચા ગામના અગ્રણી નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નિવૃતિ સમારંભના અધ્યક્ષ અમરસિંહ ચૌધરીએ નિવૃત થતા આચાર્યા મીનાબેન ચૌધરીની ફરજ પ્રત્યેની નિષ્ઠા, શિસ્ત, સ્નેહ અને કર્તવ્ય બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો