બારડોલીથી કડોદરા તરફ્ આવી રહેલા છોટા હાથી ટેમ્પોમાં કડોદરા કબ્રસ્તાન સામે અચાનક શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. ચાલતા ટેમ્પોમાં આગ લાગતાં સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી. બારડોલીથી કડોદરા તરફ્ આવી રહેલો છોટા હાથી ટેમ્પો નંબર GJ 05 CW 4818 કડોદરા કબ્રસ્તાન સામે પહોંચ્યો હતો. તે દરમિયાન ટેમ્પોમાં અચાનક શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. બરચક વિસ્તારમાં આગની ઘટના બનતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતાં કડોદરા નગરપાલિકા ફાયર વિભાગ અને પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ (PEPL)ની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને ફાયર ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને આગને વધુ પ્રસરતી અટકાવી હતી. બીજી તરફ્, ઘટનાની જાણ સુરત જિલ્લા ટ્રાફ્કિ પોલીસને થતાં પોલીસ કાફ્લો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આગ લાગેલા ટેમ્પોને રસ્તાની બાજુમાં ખસેડવાની કામગીરી કરી ટ્રાફ્કિવ્યવસ્થા હળવી કરી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો