બારડોલી શહેરમાં ગણેશ વિસર્જન સ્થાપનથી લઈને વિસર્જન પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવવા પોલીસ તંત્રએ બારડોલી પ્રજાપતિ સમાજની વાડી ખાતે ગણેશ મંડળ સંચાલકો અને આયોજકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ અપી હતી. સામે પક્ષે ગણેશ મંડળના સંચાલકોએ પણ પોતાના વિવિધ પ્રશ્રો ઉઠાવ્યા હતા. તંત્રને મંડળો તરફથી ગણેશ ઉત્સવ સંદર્ભે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
આજે બારડોલી ખાતે આગામી દિવસોમાં શરૂ થનારા ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ બારડોલી પ્રાંત અધિકારી રોશની પટેલ, બારડોલી ડી.વાય.એસ.પી. રાઠોડ, બારડોલી મામલતદાર, કલ્પના પટેલ, બારડોલી પી.આઈ.વી.એ. સેંગલ, બારડોલી રૂરલ પી.આઈ. જાડેજાએ બારડોલીના ગણેશ મંડળ સંચાલકો અને આયોજકો સાથે આજે બેઠક યોજી હતી. જેમાં ગણેશ પંડાલો આ વર્ષે રોડ પર ટ્રાફિકને અડચણરૂપ નહી ઉભા કરવા આયોજકનો ખાસે તાકીદ કરી હતી.
