સુરત જિલ્લાના બારડોલી,કામરેજ,પલસાણા,માંડવી,મહુવા, અંબિકા તેમજ વાલોડ તાલુકા વિસ્તારમાં તા.19મીએ શ્રાવણની પવિત્ર શિતળા સાતમે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે શિતળામાતાનું સ્થાપન કરાયુ હતું. જિલ્લાના તમામ દેવાલયોમાં તેમજ સોસાયટી અને મહોલ્લા વિસ્તારમાં પોતાના કુંટુબના કલ્યાણ માટે મહીલાઓએ શીતળા સાતમનું વ્રત કરીને માતાની પુજા-અર્ચના કરી ચૂલાની પૂજા કરી હતી. શીતળા સાતમ ઉજવી બારડોલીના તમામ વિસ્તારોમાં કરાઈ હતી. ગઈકાલે રાંધણછઠ કરીને મહીલાઓએ પોતાના ઘરોમાં મોડી સાંજ સુધી રસોઈઓ બનાવી હતી. વિવિધ પકવાનો પણ તૈયાર કરાયા હતા. શિતળા સાતમે ચુલાને ઠારવા આવ્યા હતા. હિન્દુશાસ્ત્રો પ્રમાણે બુધવારે મહીલાઓ પોતાના ઘરોમાં ચુલા પ્રગટાવ્યા ન હતા. અગાઉના દિવસે બનાવેલી ઠંડી રસોઈનું જમણ પરિવારોએ લીધુ હતું. પૂજાબાદ મહીલાઓ ભેગી થઈને શિતળામાતાની વાર્તા વાંચીને જ જમે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો