બારડોલી નગરનો કમાંડ વિસ્તાર ખુબ નાનો હોવાથી ગીચ છે. અહીં અનેક કોમર્શિયલ શોપીંગ મોલો રોડ ટચ તાણી બાંધવામાં આવેલા છે. રેસીડેન્શીયલ ઉપરાંત કોર્મશિયલ વીજ વપરાશની તીવ્ર જરૂયાતોને પહોંચી વળવા માટે દ.ગુ. વીજ કંપની દ્વારા ઠેર ઠેર ગીંચ ભરચક ટ્રાફીક પોઈન્ટો પર ખૂણે ખાંચણે હેવી વીજ ટ્રાન્સફોર્મર બેસાડી દેવામાં આવેલા છે. જે જીવતા બોમ્બ સમાન દેખાઈ રહ્યા છે. ભુતકાળમાં અનેક વખત વીજ ટ્રાન્સફોર્મરો ફાટવાથી દુર્ધટનાઓ સર્જાઈ ચુકી છે. શહેરમાં અંડર ગ્રાઉન્ડ વીજ સપ્લાયનો આખો પ્રોજેક્ટ અભરાઈએે ચઢી ગયો છે. જેથી શહેરમાં ઠેર ઠેર ખુલ્લી વીજ લાઈનો પણ જોખમી બની છે. દ.ગુ.વીજ કંપનીએ પુરા હોર્સ પાવરથી વીજળીનો પુરવઠો શહેરના રહેણાંક વિસ્તાર ઉપરાંત કોર્મશિયલ માર્કેટોને પુરતી માત્રામાં પુરો પાડવા માટે ઠેર ઠેર શહેરના ટ્રાફિકથી ધમધમટા માર્કેટો, શોપીંગ મોલો ઉરપાંત ભીડભાડવાળા ત્રણ રસ્તા કે ચાર રસ્તા સર્કલો પર હેવી વીજ ટ્રાન્સફોર્મરો બેસાડી દેવા પડયા છે. આ વીજ ટ્રાન્સફોર્મરો વધારે પાવર લોડના કારણે દિવસ-રાત ધણધણતા રહે છે. જે જીવતા બોમ્બ બન્યા છે. ચોમાસા દરમ્યાન અનેક વખત આ વીજ ટ્રાન્સફોર્મરો કડાકા અને ભડાકા સાથે ફાટતા આવ્યા છે. અમુક અમુક વીજ ટ્રાન્સફોર્મરોને વીજ કંપનીએ કોર્ડન કર્યા છે. જ્યારે બાકીના વીજ ટ્રાન્સફોર્મરો ખુલ્લા જ છે. શહેરમાં ઝુલાતા તાર બરોબર બિલ્ડીંગો અને શોપીંગ મોલોને અડીને પસાર થઈ રહ્યા છે. આ વીજ લાઈનો તુટવાથી પણ ઘણી ઘટનાઓ બની ચુકી છે. જેથી વીજ કંપની આ સમસ્યા જલદી ઉકેલે તેવી લોકોની માંગ છે.

નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું









