બારડોલી : ફ્રીડમ વેલી સ્કૂલ ખાતે ઈન્વેસ્ટિચર સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે સુરત મામલતદાર વિક્રમ મકવાણા, શાળાના ટ્રસ્ટી હિરેન પટેલ અને શાળા આચાર્ય પંકજ શર્મા અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના પાંચ પ્રતિષ્ઠિત હાઉસ, વાયુ, જલ હાઉસ, આકાશ હાઉસ, પૃથ્વી હાઉસ અને અગ્નિ હાઉસના વિદ્યાર્થી આગેવાનોએ ગૌરવભેર પોતાની જવાબદારી સ્વીકારી હતી. ઉપરાંત હેડ બોય, હેડ ગર્લ, ડે. હેડ બોય, ડે. હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, પ્રિફેકટ, ડિસિપ્લિન કેપ્ટન, કલ્ચરલ કેપ્ટન, સ્પોટ્ર્સ કેપ્ટન સહિત વિવિધ કાઉન્સિલ હોદ્દાઓ માટે વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









