બારડોલી : બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અગ્રવાલ સમાજ-કોડોદરા, સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર સમાજની કુલ આઠ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ટીમ ચેમ્પિયન બની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ વિજેતા ટીમના ઓનર પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ અને કેપ્ટન કેતનભાઈ અગ્રવાલ હતા. આ આયોજન પ્રસંગે અગ્રવાલ સમાજના યુવા પ્રમુખ કેતનભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ દીપકભાઈ અગ્રવાલ-સાયણ તેમજ અગ્રણીઓ દેવેન્દ્રભાઈ અગ્રવાલ, કૈલાશ અગ્રવાલ, રાજુભાઈ કોર્પોરેટર, વિષ્ણુ અગ્રવાલ-સાયણ અને લાલુ અગ્રવાલ-ચલથાણ, રાજીવસિંગ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Dhandhuka: અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ધંધૂકા મામલતદાર અને MLAને આવેદન









