બારડોલી : મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ અંબિકા તાલુકાના કોષ, બી.બી. સાર્વજનિક હાઈસ્કૂલ, કરચેલીયા તથા મહુવા ડી.વી.ડી. પટેલ હાઈસ્કૂલ, ધોળીકૂઈ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં કોષ શાળામાં આંગણવાડીના 10 તથા ડી.વી.ડી. પટેલ હાઈસ્કૂલ-ધોળીકૂઈ ખાતે ધો-9માં 88 તથા ધો-11માં 44 બાળકોને પ્રવેશ મેળવ્યો હતો. બાળકોને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને રમકડાં આપીને આવકારવામાં આવ્યા હતા. આ અવસરે શાળાના બાળકો દ્વારા સ્વાગત અને ગીત અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે મામલતદાર ધવલભાઈ બેન્કર, ગામના આગેવાન ખંડુભાઈ, સરંચ મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: