બારડોલી : બુહારી રામજી મંદિર ખાતે ટ્રસ્ટના પ્રમુખ ઉદયભાઈ દેસાઈ, કર્ણ દેસાઈ અને વિનિત દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભાના નવનિયુકત આદિજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ બનવા બદલ ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા તેમજ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ બનવા બદલ ચંચળબેન ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી જયરામભાઈ ગામીત, તાપી જિલ્લા ભાજપા પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી તેમજ આજુબાજુના તમામ રાજકીય અને સહકારી આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









