બારડોલી : હરીપુરા અને ઉછરેલ મોરી પ્રાથમિક શાળાઓનો સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ હરિપુરામાં યોજાયો


હતો. આ પ્રસંગે તા.પં.ના પ્રમુખ મયુરભાઈ

રાઠોડ, સુરત જિ.પં.ના સભ્ય જ્યોતિબેન

ચૌધરી, તા.પં.ના સભ્ય ધ્વનિભાઈ

ભાવસાર, જાગૃતીબેન હળપતિ, હરીપુરાના સરપંચ આશાબેન ચૌધરી, ઉપસરપંચ નિશાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. બાલવાટિકા, આંગળવાડીના બાળકોને

શૈક્ષણિક કીટ અને રમકડા આપી પ્રવેશ અપાયો હતો. પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર અને સો ટકા હાજરી આપનાર તેજસ્વી તારલાઓને

ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. હરીપુરા ગામના દાતા નીતિનભાઈ પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને યુનિફોર્મ દાન

આપવામાં આવ્યા હતા. અને ઉછરેલ મોરી

ગામના સરપંચ બળદેવભાઈ માયાવંશી તરફ્થી ગામની શાળાના બાળકોને સ્કૂલબેગ અને સ્ટેશનરી

કીટ દાન આપવામાં આવી હતી. હરીપુરા શાળાના

બે નવા ઓરડા, બંને ગામમાં

નંદઘર અને આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: