બારડોલીની પીપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસાયટી લિ.ની વર્ષ 2026થી 2031ના પાંચ વર્ષની મુદ્દત માટે વ્યવસ્થાપક કમિટીના 18 સભ્યોની ચૂંટણી માટે અગાઉ તા. 21-5-2026ના રોજ ચૂંટણી જાહેર કરાઈ હતી, પરંતુ સહકારી ભાવનાથી તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. બોર્ડ ઓફ ડિરેકટર બિનહરીફ ચૂંટાયા બાદ સંस्थाના પ્રમુખ-ઉપપ્રમુખ અને મંત્રી પદની જાહેર થયેલી ચૂંટણી માટેની મળેલી વ્યવસ્થાપક કમિટીની મિટિંગમાં પ્રમુખ રાકેશભાઈ આઈ. ગાંધી, ઉપપ્રમુખ શેલેન્દ્રભાઈ નગીનદાસ પટેલ તથા મંત્રી જૈનીષભાઈ ઈશ્વરભાઈ ભંડારીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ હતી.
