વિદ્યાર્થિની હેન્ડબોલ સ્પર્ધામાં ઝળકી
બારડોલીની બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીઓએ એમ.કે. પટેલ પ્રા.શા. મઢી મુકામે યોજાયેલી જિલ્લા કક્ષાની એસ.જી.એફ.આઈ.ની અંડર-14, અંડર-17 તેમજ અંડર-19 ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં હેન્ડબોલ સ્પર્ધામાં સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ સિદ્ધિ મેળવી હતી. જેમાં અંડર-19 માં બી.એ.બી.એસ. સ્કૂલની બે વિદ્યાર્થીનીઓ સુપ્રિયા રાઘવેન્દ્ર સિંહ અને આંચલ રત્નાકર મિશ્રા વિજેતા બની હતી. સ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા રાજ્ય કક્ષાએ તેમની પસંદગી થઈ હતી. બંને વિદ્યાર્થીનીઓને તાલીમ આપનાર હિંમાશું આર. પારેખ, ડો. રૂમિતભાઈ શાહને બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના ચેરમેન હસમુખભાઈ એમ. પટેલ ડો. વ્યોમ બી. પાઠક તથા તમામહોદ્દેદારો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
