બાયડ : બાયડ તાલુકાના જુના ઉંટરડા ગામ નજીક તેનપુર- રોઝડ રોડ પર હાલમાં ભારે ટ્રાફ્કિની સમસ્યા સર્જાઈ રહી છે. ડાભા ગામ પાસે વાત્રક નદીનો જર્જરિત અને જોખમી પુલ ભારે વાહનો માટે બંધ કરાતાં અમદાવાદ અને ગાંધીનગર તરફ્ જતી તમામ બસો આ માર્ગ પરથી પસાર થતી હોવાથી વાહનોનો ટ્રાફિક વધી ગયો છે. આ પરિસ્થિતિ વચ્ચે રોડની સાઈડમાં બાવળના વિશાળ વૃક્ષની એક મોટી ડાળી રસ્તા પર નમી ગઈ છે. જેના કારણે સામેથી આવતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ લાઈટ બતાવીને ફરજિયાત રોંગ સાઈડમાં વાહન હંકારવું પડે છે. જેને લીધે ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના આક્ષેપો મુજબ વન વિભાગ આ અંગે કોઈ પગલાં લેતું નથી અને તેઓને માત્ર કટકીમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ નમી ગયેલી ડાળીઓ દૂર કરવામાં આવે તેવી લોકમાંગણીઓ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો