બાયડ : ધી મ લા ગાંધી ઉ કે મંડળ, મોડાસા સંચાલિત એસ કે આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગુરુ વંદના કાર્યક્રમ આચાર્ય ડો. જયશ્રીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ગુરુજનોને કંકુ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે ડૉ. અશોકભાઈ પટેલ, પ્રો. પુષ્પાબેન ગરાસિયાએ ફરજ બજાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો. એમ બી દેશમુખ, રાકેશભાઈ મહેતાએ કર્યું હતું. જ્યારે આભારવિધિ ડો. મયુરભાઈ સોલંકીએ કરી હતી. મંડળ પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી ડૉ. ઘનશ્યામભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો