બાયડ : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અરવલ્લી જિલ્લાની તાલુકા કક્ષાની યોજાયેલી ખો-ખો સ્પર્ધામાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ્ એક્સેલન્સ, બાયડના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અંડર-14 વયજૂથમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષા માટે ક્વોલિફઈડ થઈ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળા તથા બાયડનું નામ રોશન કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ તક્ષશિલા વિદ્યાલય, બાયડના ટ્રસ્ટી અતુલભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર તપનભાઈ પટેલ, ધૈર્યભાઈ પટેલ તેમજ શાળાના વડાઓ અને શિક્ષકગણે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
