બાયડ : બી ડી શાહ કોલેજ ઓફ્ એજ્યુકેશન, મોડાસાના પૂર્વ આચાર્ય શિક્ષણવિદ ડો. દાઉદભાઈ ઘાંચી શતાયુ વર્ષમાં પ્રવેશ પ્રસંગે વર્તમાન આચાર્ય ડો. બી ડી પટેલના માર્ગદર્શન હેઠળ તેમનો શતાયુ જન્મ દિવસ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી અને ફરેડી હાઇસ્કૂલના પૂર્વ આચાર્ય યશવંતભાઈ વ્યાસ, સી જી હાઈસ્કૂલના આચાર્ય, ઓસા મંત્રી અને મંડળ મંત્રી ડો. રાકેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમની સાથેના સંસ્મરણો યાદ કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મંડળ પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, પ્રભારી મંત્રી જયેશભાઈ દોશી તેમજ સમગ્ર ઓસા પરિવારે તેમને નિરામય સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો