અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુરથી આકરૂંદ રોડ પર કેશરપુરા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ છેલ્લે વર્ષ 2017માં બન્યો હતો. હાલમાં અહીંથી સતત પસાર થતી ભારે લોડિંગ ટ્રકોને કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને ચોમાસામાં મોટા ખાડાઓ પડી જવાથી રસ્તો દેખાતો પણ નથી. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં અહીં નવો રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વન વિભાગની મંજૂરી લીધા વિના જ વૃક્ષો કાપી નાખવામાં આવતા વિભાગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારથી આ માર્ગનું કામ સંપૂર્ણપણે બંધ પડયું છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: