1. ધનસુરા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા બુટાલ ગામની સીમમાં ધનસુરાથી વડાગામ તરફ્ જતા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. ધનસુરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે 3:30થી 4:00 વાગ્યાના અરસામાં સીએનજી રિક્ષાના ચાલક રાહુલ ગવલાભાઈ ડામોર (ઉં.વ. 29, રહે. શંકરપુરા, મંદિર ફળીયું, તા. ઝાલોદ, જિ. દાહોદ) પોતાની રિક્ષામાં ધનસુરાથી વડાગામ જતા માર્ગ તરફ જઇ રહ્યા હતા. ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ઝાડ સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક રાહુલ ડામોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર મુસાફરો જયદિપ બાબુભાઈ ડામોર, કૈલાશબેન રાહુલભાઈ ડામોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત મિત્તલબેનને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સરદારભાઈ ગવલાભાઈ ડામોરે ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો