બાયડ તાલુકામાં આવેલા વાત્રક ગામની સીમમાંથી અજાણ્યા તસ્કરો મોટર અને કેબલ વાયર સહિત કુલ રૂ. 97,500ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. વાત્રક ગામની સીમમાં આવેલા લક્ષ્મીનારાયણ પ્લાન્ટના મેનેજર મનહરભાઈ કાન્તિભાઈ પટેલ (રહે.ડાભા, તા. બાયડ, જિ. અરવલ્લી) આ મામલે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત તા.11/08/2028થી તા.12/08/2028ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે પ્લાન્ટના ભોયતળિયેથી અલગ-અલગ પાવરની 4 નંગ ઇલેક્ટ્રિક મોટરો અને 300 ફૂટ કેબલ વાયર મળી કુલ રૂ.70,000ના મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત તે જ રાત્રિ દરમિયાન પ્લાન્ટની નજીક વાત્રક નદીના કિનારે ખેતી કરતા અન્ય બે ખેડૂતની બે મોટરો, 780 ફૂટ કેબલ વાયર તથા ટોટો પાઈપ મળી વધુ રૂ. 27,500ના મુદ્દામાલની પણ ચોરી થઈ હતી. આમ તસ્કરો કુલ રૂ. 97,500ની મત્તા ચોરી ગયા હતા. આજુબાજુના ખેતરોમાં શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળતાં આખરે બાયડ પોલીસે અજાણ્યા ચોર તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ છે.

Gandhinagar: ધેધુ ચાર રસ્તા પાસેથી બાઈક પર 5 કિલો ગાંજો લઈ જતા 2 પેડલર ઝડપાયા









